VIDEO: મહેસાણા / શોભાસણ નજીક માલગાડીની અડફેટે 3 કિશોરોના કરુણ મોત
મહેસાણા જિલ્લાના શોભાસણ નજીક રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે માલગાડીની અડફ


મહેસાણા જિલ્લાના શોભાસણ નજીક રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે માલગાડીની અડફેટે આવી જતાં ત્રણ કિશોરોના કરુણ મોત નિપજ્યા છે. આ ગમખ્વાર ઘટનામાં ત્રણેય બાળકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. મૃતકોમાં 15 વર્ષીય જીગ્નેશ હમીરજી ઠાકોર, 16 વર્ષીય મૌલિકજી ફતેહસિંહ ઠાકોર અને 14 વર્ષીય યુવરાજ રણજીતજી ઠાકોરનો સમાવેશ થાય છે. ત્રણેય બાળકો શોભાસણ ગામના ઠાકોરવાસ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




