મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા/ વાહ મેયર હોય તો આવા..! શુભેચ્છકોને કહ્યું- ગુલદસ્તો નહીં કરિયાણું લેતા આવજો, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

મહેસાણા મહાનગરપાલિકાના નવા મેયર સોનલ ઓઝાએ શુભેચ્છા આપવા આવતા શુભેચ્છકોને અનોખી અપીલ કરી છે કે સાલ અને

મહેસાણા મહાનગરપાલિકાના નવા મેયર સોનલ ઓઝાએ શુભેચ્છા આપવા આવતા શુભેચ્છકોને અનોખી અપીલ કરી છે કે સાલ અને ફૂલોના ગુલદસ્તાની જગ્યાએ કરિયાણા અને અનાજની કીટ આપીને શુભેચ્છા પાઠવવામાં આવે. આ અનાજની કીટ જરૂરિયાત મંદ પરિવારને આપવામાં આવશે. આ અપીલ બાદ શહેરમાં શુભેચ્છા આપવા આવતા લોકો દ્વારા હવે કરિયાણા કીટો ભેટ રૂપે આપવામાં આવી રહી છે. મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તળેટી ગ્રામજનો પણ મેયર અને ડેપ્યુટી મેયરને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. તેમણે પણ પરંપરાગત ભેટની જગ્યાએ કરિયાણાની કીટો આપી સન્માનિત કર્યા હતા.  

આ સમાચાર શેર કરો