VIDEO: મહેસાણા / મનપાની ચૂંટણી સમયે ભાજપ ઉમેદવારના ભાણેજની હત્યાનો મામલો, બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી
મહેસાણામાં મનપાની ચૂંટણી સમયે ભાજપના

મહેસાણામાં મનપાની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યાના કેસમાં જેલમાં બંધ બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. હત્યા કરી ભાગી છૂટેલા શખ્સોને મદદ કરવાના ગુનામાં સંડોવાયેલા ચૌધરી પ્રતીક ભરતભાઈ અને ચૌધરી ધર્મેન્દ્ર ઉર્ફે ધીરુ દ્વારા રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી. જોકે, ગૃહ વિભાગ દ્વારા નિમણૂક કરાયેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજયભાઈ બારોટની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આ અરજી નામંજૂર કરી છે.

