VIDEO: મહેસાણા પાસે એસટી બસ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત
મહેસાણાના મોઢેરા ચોકડી પાસે આવેલા નવા બસ સ્ટેશન નજીક પૂરઝડપે આવી રહેલી એસટી બસે એક્ટિવા પર જઈ રહેલા પિતા-


મહેસાણાના મોઢેરા ચોકડી પાસે આવેલા નવા બસ સ્ટેશન નજીક પૂરઝડપે આવી રહેલી એસટી બસે એક્ટિવા પર જઈ રહેલા પિતા-પુત્રને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા સવાર આધેડ અબ્દુલનબી બીડીવાલાનું કરુણ મોત થયું હતું જ્યારે તેમનો પુત્ર ચમત્કારિક રીતે બચી ગયો હતો. બંને કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી બસના ટાયરે ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા. ઈજાગ્રસ્ત પિતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

