VIDEO: માંગરોળમાં મેઘતાંડવ: નોળી નદીમાં ઘોડાપૂર આવતા અનેક ગામો સંપર્ક વિહોણા
જુનાગઢના માંગરોળ પંથકમાં ગઈકાલથી જ સતત વરસી રહેલા ભારે વરસાદને કારણ

જુનાગઢના માંગરોળ પંથકમાં ગઈકાલથી જ સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના લીધે માંગરોળ નજીક આવેલ પ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી નોળી નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે.નદીમાં પૂર આવવાના કારણે સામા કાંઠાના લંબોરા, વીરપુર, શેખપુર અને સકરાણા સહિતના અનેક ગામોનો તાલુકા મથક સાથેનો જમીન માર્ગ તૂટી જતાં તેઓ સંપૂર્ણ સંપર્ક વિહોણા બન્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હાલ વહીવટી તંત્ર દ્વારા ટેલિફોનિક માધ્યમથી આ ગામોના સ્થાનિકો સાથે સંપર્ક સાધીને સ્થિતિના વાવડ અને જનજીવનની વિગતો મેળવવામાં આવી રહી છે.




