VIDEO : માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, પ્રથમ વરસાદથી લોકોમાં ખુશી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાએ અમી છાંટણાં શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાના આગમન સાથે પડેલા આ પ્રથમ વરસાદી ઝાપટાથી લાંબા સમયથી ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે.આ વરસાદી માહોલને પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે




