મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : માંગરોળમાં રખડતા ઢોરના આતંકે એક મહિલાનો લીધો જીવ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના શેરીયાજબારા બંદર વિસ્તારમાં રખડતા ઢોરે ચારથી પાંચ લોકોને હડફેટે લેતા ગંભીર અકસ્માત સ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના શેરીયાજબારા બંદર વિસ્તારમાં રખડતા ઢોરે ચારથી પાંચ લોકોને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત એક મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અન્ય કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ ઘરે રજા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

આ સમાચાર શેર કરો