VIDEO: માંગરોળમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓનો કબજો, શિક્ષણના ધામને બનાવી દીધું બગીચો
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં શિક્ષણ માટે ફાળવાયેલી કિંમતી સ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં શિક્ષણ માટે ફાળવાયેલી કિંમતી સરકારી જમીન પર દબાણોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વર્ષ 1967માં કેળવણી વિભાગને ફાળવાયેલી આશરે 36 વીઘા જમીન પર ચાલતી જીબીટીસી અને સીપીએડ જેવી શૈક્ષણિક સંસ્થાઓ બંધ થતાં જમીન બિનઉપયોગી બની ગઈ હોવાનું કહેવાય છે. આ દરમિયાન જમીન પર ગેરકાયદે દબાણો કરી નાળિયેરીના બગીચા ઉભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જમીન માપણી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી વર્ષોથી અટવાઈ હોવાનું પણ સામે આવ્યું છે. મામલતદાર કચેરીએ જમીન સરકાર હસ્તક કરવાની દરખાસ્ત મોકલતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને શૈક્ષણિક હિતોને નુકસાન થવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે.




