VIDEO: માળિયા હાટીના-લાઠોદરામાં મેઘતાંડવ: વશરામ ધામ પાણીમાં ગરકાવ, રસ્તાઓ બંધ થતાં અનેક લોકો ફસાયા
માળિયા હાટીના અને લાઠોદરા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ આભ ફ


માળિયા હાટીના અને લાઠોદરા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે લાઠોદરા ગામ પાસે આવેલા કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી વશરામ દાદાના પવિત્ર 'વશરામ ધામ'માં પૂરના પાણી ઘૂસી ગયા છે અને સમગ્ર ધામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.વશરામ ધામ અને ઉધર્યા ગણેશ વચ્ચે આવેલા વોકળામાં ચાર ચાર ફૂટ પાણીનો પ્રવાહ વહેતો થતાં અનેક વાહનો અને લોકો ફસાયા છે. આ આકાશી આફતના કારણે લાઠોદરા અને માળિયા હાટીના વચ્ચેનો વાહનવ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે. સીમ અને વાડી વિસ્તારમાં રહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાતા તંત્ર એલર્ટ થયું છે.




