મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢ: માળિયા હાટીનાની મેઘલ નદીમાં નવા નીરની ધમાકેદાર આવક; બે દિવસના વરસાદમાં કોરીધાકોડ નદી બે કાંઠે વહી.

સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ બાદ માળીયા હાટીનાની

સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ બાદ માળીયા હાટીનાની મેઘલ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે. થોડા દિવસ પહેલાં સુધી જ્યાં નદીમાં કાંકરા દેખાતા હતા, ત્યાં હવે પાણી બે કાંઠે વહેતું જોવા મળી રહ્યું છે. વરસાદના પગલે મેઘલ નદી ફરી જીવંત બનતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. નદીમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારના ખેડૂતોમાં પણ આશા જાગી છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને ચોમાસાનો માહોલ જામ્યો છે. તંત્ર દ્વારા નદીના કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો