VIDEO : જૂનાગઢ: ચૈતર વસાવાના સમર્થનમાં 'આપ'ની મહારેલી
જૂનાગઢમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક વિશાળ સપોર્ટ

જૂનાગઢમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક વિશાળ સપોર્ટ માર્ચ પદયાત્રા યોજવામાં આવી હતી. આ રેલી ઝાંસીની રાણીના પૂતળાથી શરૂ થઈને મોતીબાગ સુધી પહોંચી હતી, જેમાં ગોપાલ ઇટાલીયા સહિતના પ્રદેશના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન કાર્યકરોએ પ્લેકાર્ડ્સ સાથે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'આપ' નેતાઓએ આક્ષેપ કર્યો કે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે રાજકીય ષડયંત્ર રચીને ચૈતર વસાવાને જેલમાં ધકેલવામાં આવ્યા છે. પાર્ટીએ માંગ કરી છે કે ધારાસભ્ય સામેના તમામ પાયાવિહોણા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને તેમને જેલમુક્ત કરવામાં આવે. જૂનાગઢની સડકો પર નીકળેલી આ રેલીએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.




