VIDEO: માળિયા હાટીના પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
માળિયા હાટીના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને ચોમાસાના શ્રીગણેશ કર્યા છે. સવારના ૧૧ વાગ્યાથી શરૂ થ

માળિયા હાટીના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને ચોમાસાના શ્રીગણેશ કર્યા છે. સવારના ૧૧ વાગ્યાથી શરૂ થયેલા એકધારા વરસાદમાં બપોરે ૧૨ થી ૨ વાગ્યાના માત્ર બે કલાકમાં જ ૫૭ મીમી એટલે કે સવા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીના ઉપરાંત અમરાપુર ગીર, વડીયા ગીર, ઇટાલી, પાણીધરા, ભંડુરી અને ગળોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવણીજોગ વરસાદ પડ્યો છે. લાંબા સમયની રાહ બાદ ધરતીપુત્રો માટે આ સારા સમાચાર આવ્યા છે. પંથકમાં સર્વત્ર વાવણી લાયક વરસાદ થતાં જ ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.




