મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં મેઘરાજાનું તાંડવ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શાળાઓમાં જાહેર કરાઈ રજા

સુરત શહેરમાં આજે સવારથી જ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઉ

તસવીર: GSTV

સુરત શહેરમાં આજે સવારથી જ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઉધના, પાંડેસરા, ડિંડોલી, મજુરાગેટ અને અઠવાગેટ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા આ વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

​ભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી નાખી છે અને તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના તમામ દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદની તીવ્રતા અને પાણી ભરાવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે સુરત શહેરની તમામ શાળાઓમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરી દેવામાં આવી છે

આ સમાચાર શેર કરો