મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ભારે વરસાદની સ્થિતિને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

સુરત જિલ્લામાં વરસાદને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર મુકાયું છે. આપત્તિના સમયે ન

તસવીર: gstv

સુરત જિલ્લામાં વરસાદને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર મુકાયું છે. આપત્તિના સમયે નાગરિકોની મદદ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 1077 જાહેર કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની પાણીની સપાટી 310 ફૂટની નજીક પહોંચી જતા સિંચાઈ વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. ચાલુ સિઝનમાં જિલ્લામાં સરેરાશ 382.25 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં કામરેજ અને ઓલપાડ સહિતના તાલુકાઓમાં વધુ વરસાદ પડ્યો છે. તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ 24 કલાક સક્રિય રાખવામાં આવ્યા છે અને IMDની દર 3 કલાકની આગાહી મુજબ ફાયર બ્રિગેડ સહિતની રેસ્ક્યુ ટીમોને તૈનાત રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો