મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ POCSO કોર્ટનો ચુકાદો: દુષ્કર્મ અને તસ્કરીમાં મહિલાને ૨૦ વર્ષની સજા

અમદાવાદની પોક્સો કોર્ટે બાળકી પર દુષ્કર્મ અને માનવ તસ્કરીના ગંભીર

તસવીર: gstv

અમદાવાદની પોક્સો કોર્ટે બાળકી પર દુષ્કર્મ અને માનવ તસ્કરીના ગંભીર કેસમાં મહિલા આરોપી સુલોતાસિંહ ઉર્ફે બુલી સામોલસિંહને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરાવીને બાળકીને ભારતમાં લાવી આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હતું. કોર્ટે તમામ સજાઓ એકસાથે ભોગવવાનો આદેશ આપ્યો છે અને આરોપીને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી કડક વલણ દાખવ્યું છે. આ સાથે જ પીડિત બાળકીને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ૫ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે, જેમાં ૮૦ ટકા રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં અને ૨૦ ટકા રકમ સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે.

આ સમાચાર શેર કરો