મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરલાઈન, તંત્રની ગંભીર બેદરકારી!

સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલતો એક ગંભીર ક

તસવીર: gstv

સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક એક મુખ્ય ગટર લાઈન ખુલ્લી હાલતમાં જોવા મળી છે. ચોમાસાના વરસાદને કારણે આ ગટરની ઉપરથી લબોલબ પાણી વહી રહ્યું છે, જેના લીધે ખુલ્લી ગટર બિલકુલ દેખાતી નથી.અહીં સુરક્ષાના નામે તંત્ર દ્વારા કોઈ બેરિકેડિંગ કે ચેતવણી બોર્ડ મુકાયું નથી, જે તદ્દન સુરક્ષાનો અભાવ દર્શાવે છે. જો કોઈ વાહનચાલક કે રાહદારી અજાણતા આ ખુલ્લી ગટર પરથી પસાર થશે, તો મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી આશંકા છે.

આ સમાચાર શેર કરો