મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratના 62 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ

રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી

Gujaratના 62 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ
આ સમાચાર સાંભળો

રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના આંકડા અનુસાર, 30 જૂને સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના અનેક તાલુકાઓમાં મેઘમહેરની સ્થિતિ છે. જેમાં છેલ્લા 12 કલાકમાં 62 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ નવસારી અને અમરેલીના સાવરકુંડલામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

12 કલાકમાં 62 તાલુકામાં વરસાદ, નવસારીમાં 3.77 ઇંચ ખાબક્યો

રાજ્યમાં મંગળવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં, છેલ્લા 12 કલાકમાં નવસારીમાં 3.7 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 3.11 ઇંચ, વલસાડના ધરમપુર 2.76 ઇંચ, સુરતમાં 2.4 ઇંચ, સુરતના કામરેજમાં 2.36 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.05 ઇંચ, ખેડાના વસો અને સુરતના પલસાણામાં 1.85 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1.77 ઇંચ, સુરતના અંબિકા, મહુવા અને ડાંગના વઘઈમાં 1.61 ઇંચ, સુરતના બારડોલીમાં 1.54 ઇંચ, ઓલપાડમાં 1.38 ઇંચ, ગીર સોમનાથના ઉનામાં 1.34 ઇંચ, સુરતના ચોર્યાસી, માંગરોળ તાપીના વાલોડ, નવસારીના ચીખલી અને તાપીના ડોલવણમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

42 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ

રાજ્યના 42 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે. જેમાં વાપી, કપરાડા, પારડી, તાપી, વ્યારા, ખેરગામ, સુરતના ઉમરપાડા, ભાવનગરના ગારીઆધાર, વડોદરાના ડભોઈ, અમદાવાદના ધોલેરા, ખેડાના નડિયાદ સહિતના વિસ્તારોમાં ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સમાચાર શેર કરો