VIDEO: અમરેલીમાં મેઘમહેર: ૧૦માંથી ૭ ડેમ છલકાયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
અમરેલી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્

અમરેલી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના ૧૦માંથી ૭ ડેમ છલકાઈ જતાં તંત્રએ પાણી છોડવાનું શરૂ કર્યું છે. ખોડીયાર ડેમના ૨ અને રાયડી ડેમનો ૧ દરવાજો ખોલાયો છે, જ્યારે ધાતરડી-૨ ડેમના ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમમાં પાણીની આવક થતાં હાલ તેના ૩ દરવાજા ૨ ફૂટ ખોલી પાણી છોડાઈ રહ્યું છે. સુરજવાડી અને ધાતરડી-૧ ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. તંત્રએ અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાપાથળ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે.




