મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બગસરામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: શહેરથી ગ્રામ્ય વિસ્તારોમાં વહી પાણીની નદીઓ

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ ક

તસવીર: gstv

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ધોધમાર વરસાદને પગલે બગસરાના મુખ્ય માર્ગો પર જાણે નદી વહેતી હોય તેમ પાણી ફરી વળ્યા હતા.વરસાદની આ અવિરત ગતિ માત્ર શહેરી વિસ્તાર પૂરતી સીમિત ન રહેતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. બગસરાના માણેકવાડા, રફાળા, સાપર અને સૂડાવડ સહિતના ગામડાઓમાં મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો