VIDEO/ અમરેલી : બગસરામાં રેશનિંગના સસ્તા અનાજનો કાળોબજાર ઝડપાયો
અમરેલી એલસીબીએ બગસરા શહેરમાં રેશનિંગના ગેરકાયદેસર સસ્તા અનાજના જથ્થા સામે કાર્યવાહી
અમરેલી એલસીબીએ બગસરા શહેરમાં રેશનિંગના ગેરકાયદેસર સસ્તા અનાજના જથ્થા સામે કાર્યવાહી હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન છકડો રિક્ષામાં લઈ જવાતો ઘઉંના 26 કટ્ટા અને ચોખાના 26 કટ્ટા સહિતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે છકડો રિક્ષા સાથે આસિફ અબ્દુલ નામના ઈસમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કુલ અંદાજે 97 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને બગસરા મામલતદારને સુપ્રત કરવામાં આવ્યો હતો. રેશનિંગના સસ્તા અનાજના કાળા બજાર સામે અમરેલી એલસીબીની કાર્યવાહીથી અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.




