VIDEO: જેઠમાં મેઘરાજાની જમાવટ, આજથી અષાઢનો મેઘ મલ્હાર રાગ શરૂ
ગુજરાતમાં વર્ષો બાદ જેઠમાસમાં વરસાદ જોરદાર વરસ્યો છે, જેઠ માસની પૂર્ણાહૂતિ અને વરસાદી મહિના એવા અષાઢનો આજથી પ્રારંભ
ગુજરાતમાં વર્ષો બાદ જેઠમાસમાં વરસાદ જોરદાર વરસ્યો છે, જેઠ માસની પૂર્ણાહૂતિ અને વરસાદી મહિના એવા અષાઢનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. બુધવાર સુધીમાં રાજ્યના સત્તાવાર સૂત્રો મુજબ 214 મી.મી. અર્થાત્ સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે જે મોસમ વિભાગ અનુસાર નોર્મલ કરતાં 135 ટકા વધારે છે. હવે અષાઢ-શ્રાવણમાં માસમાં પણ મેઘરાજા મુશળધાર વરસે તેવી શક્યતા છે.
આ જિલ્લાઓમાં યલો એલર્ટ
આજે (ગુરુવારે) અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ,અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લા માટે યલો ઍલર્ટ જારી કરાયું છે. આગામી સપ્તાહ સુધી ઍલર્ટ ગ્રીન (ચેતવણી નહીં), યલો અને ઑરેન્જ એમ ત્રણ પ્રકારની ચેતવણી એક રાજ્ય માટે અપાઈ છે.
અષાઢ પહેલાં ગુજરાતના કયા કયા ડેમો છલકાયા
| ક્રમ | તાલુકો | ડેમ |
| 1 | રાજુલા | ધાતરવાડી |
| 2 | સાવરકુંડલા | સુરજવાડી |
| 3 | મહુવા | રોજકી |
| 4 | મહુવા | બાગડ |
| 5 | બોટાદ | ગોમા |
| 6 | જામનગર | વાગડીયા |
| 7 | મુંદ્રા | કાલાઘોડા |
| 8 | ચુડા | વંસલ |
| 9 | સાયલો | લિ.ભોગાવો-1 |
| 10 | મુળી | સબુરી |
| 11 | ગઢડા | ભીમદાદ |
90 ટકાથી વધુ
| સંગ્રહ | હાઇઍલર્ટ |
| ઉમરાળા | રંઘોળા |
| હળવદ | બ્રહ્માણી |
| પાલિતાણા | શેત્રુંજી |
| સોનગઢ | દોસવાડા |
| લીમખેડા | ઉમરિયા |
| મોરબી | ઘોડાધ્રોઈ |
(નોંધઃ 25ની સવારની સ્થિતિએ, કુલ 17 ડેમોમાં 14 સૌરાષ્ટ્રના અને એક કચ્છનો ડેમ છે. )
છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી, જિલ્લાવાર 3 પ્રકારનું ઍલર્ટ
વરસાદની સાથે આ વખતે પવનનું જોર રહ્યું છે, આજે સવાર સુધીના 24 કલાકમાં અમદાવાદના અરણેજ ખાતે મહામ 78 કિ.મી. અને અમરેલીના ધારી પંથકમાં 50 કિ.મી.ની ઝડપ નોંધાઈ હતી અને અનેક સ્થળોએ 20થી 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. તા.28 સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઈ છે.








