મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્ ચૂંટણી પહેલા ભાજપ પ્રમુખ નક્કી કરવા કમલમમાં કાલે બેઠક

ગુજરાતમાં ને લઈને છેલ્લા કેટલાક સમયથી રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ભાજપમાંથી અવારનવાર પ્રમુખ પદની

સ્થાનિક સ્વરાજ્ ચૂંટણી પહેલા ભાજપ પ્રમુખ નક્કી કરવા કમલમમાં કાલે બેઠક

ગુજરાતમાં ને લઈને છેલ્લા કેટલાક સમયથી રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને  ભાજપમાંથી અવારનવાર પ્રમુખ પદની નિમણૂકને લઈને સતત કોઈકને કોઈક વિવાદ સામે આવ્યો છે. એવામાં આવતીકાલે કમલમ ખાતે એક બેઠક યોજાવા જઈ રહી છે. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં ગુજરાતના શહેર તથા જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઇને આ બેઠક યોજાવા જઈ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણૂકને લઇને ભડકો, અનેક જગ્યાએ આંતરિક ખટરાગ

આ બેઠકમાં શહેર તથા જિલ્લા પ્રમુખો માટેના ફોર્મ ભરવા, પસંદગીના ધારાધોરણો તેમજ ઉંમર સહિતના મુદ્દા પર માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ 3 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં રાજ્યના 50 ટકા શહેર અને જિલ્લામાં પ્રમુખની નિમણુક પૂર્ણ કરવા લક્ષ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો