મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રક્તદાનની સાથે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ, ગૃહમંત્રી સંઘવીએ સમજાવ્યું લોહીના દાનનું મહત્વ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા મહાવિદેહ ધામ ખાતે આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આદિનાથ હેલ્થ કેર દ્વા

સુરતમાં રક્તદાનની સાથે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ, ગૃહમંત્રી સંઘવીએ સમજાવ્યું લોહીના દાનનું મહત્વ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા મહાવિદેહ ધામ ખાતે આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આદિનાથ હેલ્થ કેર દ્વારા ૨૪મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી જન આરોગ્ય અને સમાજ સેવાનાં કાર્યોમાં સક્રિય  રહીને કાર્ય કરી રહી છે.

આ પણ વાંચોઃ સુરતમાં 1.14 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીનું જુઠ્ઠાણું થયું છતું, જામીન મેળવવા માતાને ગણાવી બિમાર

ગૃહમંત્રીએ હાજરી આપી

આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ રક્તદાન શિબિરમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ રક્તદાનનું મહત્વ સમજાવતાં કહ્યું કે, રક્તદાન એટલે મહાદાન અને આ રક્તદાનના ભગીરથ કાર્યમાં સૌ કોઈએ જોડાવું જોઈએ. આ માનવતાનું ભગીરથ કાર્ય છે. કરુણા અને પવિત્ર ભાવનાથી સમાજમાં થઈ રહેલા આવા સેવાકીય કામો માનવીય અભિગમને દ્રઢ બનાવે છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી. 

વિનામૂલ્યે મેડિકલ કેમ્પ

આ સેવાનાં કાર્યોને આગળ વધારવામાં તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા આ કાર્યમાં "સુરત રક્તદાન કેન્દ્ર" અને "મહાવીર રક્તદાન કેન્દ્ર" ની ટીમ દ્વારા રક્તદાનની પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં 151 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા આજના દિવસે વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના તમામ વર્ગના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ચાલતી અત્યાધુનિક પેથોલોજી લેબમાં વિવિધ બ્લડ રિપોર્ટમાં અત્યંત રાહત દરે ટેસ્ટની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો