સૌરાષ્ટ્ર યુનિ.ના પદવીદાન સમારોહમાં મેયરને આમંત્રણ પરંતુ સ્ટેજ પર સ્થાન ન અપાતા કાર્યક્રમ છોડ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મેયરનું અપમાન થયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મેયરનું અપમાન થયું હોવાનો મામલો સામે આવ્યો છે પદવીદાન સમારંભમાં મેયર નયનાબેન પેઢડિયાને સ્થાન ન મળતા મેયર કાર્યક્રમ છોડીને જતા રહ્યા. આમંત્રણ પત્રિકામાં મેયરના આગમન અને નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ સ્ટેજ ઉપર પ્રથમ નાગરિકને સ્થાન ન આપવામાં આવ્યું. મેયર આ ઘટનાના કારણે કાર્યક્રમ છોડી જતા રહ્યા હતા.
રાજકોટમાં પદવીદાન સમારોહમાં સ્ટેજ પર સ્થાન ન મળવાને મામલે મેયર નયનાબેન પેઢડીયાએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, સ્ટેજ પર બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી. મને એક સપ્તાહ પહેલા આમંત્રણ મળ્યું હતું. અને હું પહોંચી ત્યારે મારા માટેની કોઈ બેઠક વ્યવસ્થા નહોતી જે જોઈને હું ત્યાંથી પરત આવી ગઈ હતી. જો કે, આવું ઇરાદાપૂર્વક થયું હોય તેવું મને લાગતું નથી. જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઇ હોય તેવું લાગી રહ્યું છે.




