મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

એક તરફ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે ઉનાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાત

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

એક તરફ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે ઉનાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા તાપમાનને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ઉનાળાની ગરમીથી આંશિક રાહત મળશે. આ સાથે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હોવાથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ભારે પવનનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ  50 કિમી પ્રતિ કલાકની રહેશે. તેમજ માછીમારોને તથા અગરિયાઓને આગામી 12 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ છે જેથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો