સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિએ સરકારી ગાડી પરથી સાયરન હટાવ્યું, અન્ય કુલપતિઓ રાખતા હોવાનું બહાનું કાઢ્યું
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને હવે કાયદાનું ભાન થયું છે. આખરે, ડો.ઉત્પલ જોષી

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને હવે કાયદાનું ભાન થયું છે. આખરે, ડો.ઉત્પલ જોષી દ્વારા સરકારી કાર પરનું સાયરન હટાવવામાં આવ્યું હતું. GSTV સમક્ષ કુલપતિએ કહ્યું હતું કે, હું વીઆઇપી કલ્ચરનો વિરોધી છું. અન્ય યુનિવર્સિટીના કુલપતિ સરકારી કાર પર સાયરન લગાવતા હોવાથી લગાવ્યું હોવાનું બહાનું તેમણે આગળ ધર્યું હતું. પરંતુ RTO દ્વારા દંડ ફટકારવામાં આવે તે પૂર્વે જ કુલપતિ દ્વારા સાયરન હટાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગીર સોમનાથ: દેશી ગોળમાં કેમિકલ વાપરતી 5 પેઢીઓ પર પોલીસ અને ફૂડ વિભાગની રેડ, 1.12 લાખનો જથ્થો ટેસ્ટિંગમાં મોકલ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના સરકારી વાહન પર સાયરન લગાડવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ ડો.ઉત્પલ જોષીનું બેવડું વલણ જોવા મળ્યું છે. એક બાજું તેમણે કહ્યું, “હું VIP કલ્ચરનો વિરોધી છું”, બીજી બાજું કહ્યું, “રાજ્યની 5 યુનિવર્સિટીના કુલપતિઓની કારમાં સાયરન લગાડેલા છે.” જો કે તેમણે કહ્યું કે નિયમ જે હશે તેનુ હું પાલન કરીશ. ટ્રાફિકમાં ક્યારેક ફસાય ત્યારે આ સાયરનનો ઉપયોગ કરી શકાય છે.




