મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગર સિવિલમાં હાહાકાર: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ૩ બાળકોના મોત

સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંત

તસવીર: gstv

સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા વધી છે. સારવાર દરમિયાન ત્રણ બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. હોસ્પિટલમાં અત્યાર સુધી સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે. જેમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ રિપોર્ટ ધરાવતા દર્દીનું પણ મોત થયું હોવાનું તંત્રે જણાવ્યું છે. ચાર દર્દીઓના સેમ્પલ પુણેની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે બે દર્દીઓના સેમ્પલ લેવાની પ્રક્રિયા બાકી છે. હાલ બે બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

આ સમાચાર શેર કરો