મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: VIDEO : ભારે વરસાદના કારણે હિંમતનગર બાયપાસ પર વરસાદી પાણી ભરાયા

ભારે વરસાદના કારણે હિંમતનગર બાયપાસ ઓવરબ્રિજ પર પાણી ભરાયા હતા. વરસાદમાં બ્રિજ ઉપર દોઢથી બે ફ

તસવીર: gstv

ભારે વરસાદના કારણે હિંમતનગર બાયપાસ ઓવરબ્રિજ પર પાણી ભરાયા હતા. વરસાદમાં બ્રિજ ઉપર દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાઈ જવાના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક માર્ગો પર અનેક વાહનો બંધ પડી ગયા અને અનેક લોકો વચ્ચે અટવાઈ પડ્યા હતા. અંબાજી સહિતના વિસ્તારોમાં જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બ્રિજ બન્યા પછીથી આ સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો