મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરમાં પાલિકાની ઘોર બેદરકારી: ૧૫ દિવસમાં જ નવો રોડ બેસી ગયો

હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે વિકાસના કામો પર સવાલો ઉભા થયા છે

તસવીર: gstv

હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે વિકાસના કામો પર સવાલો ઉભા થયા છે. શહેરમાં કરોડોના ખર્ચે માત્ર ૧૫ દિવસ પહેલા જ જે રોડ બનાવવામાં આવ્યો હતો, તે પાણીની પાઈપલાઈન તૂટતા જમીનમાં બેસી ગયો છે. પાલિકા દ્વારા આયોજન વગર આડેધડ કરાયેલા કામને કારણે જનતાના પૈસાનો વ્યય થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા નાગરિકોએ ઘટનાસ્થળે બેરિકેડ પર કમળનો ઝંડો લટકાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના બાદ પાલિકાના શાસકો સફાળા જાગી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે મરામત કામ શરૂ કરાવ્યું હતું. આ ઘટનાએ પાલિકાની પ્રિ-પ્લાનિંગ અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ સમાચાર શેર કરો