મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : હિંમતનગરમાં બેફામ કારે મચાવ્યો આતંકઃ ત્રણ લોકોને લીધા અડફેટે

સાબરકાંઠાના હિંમતનગરમાંથી હિટ એન્ડ રનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગરના

સાબરકાંઠાના હિંમતનગરમાંથી હિટ એન્ડ રનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રાત્રિના સમયે ઘર આગળ બેસેલા ત્રણ લોકોને એક બેફામ કારે અડફેટે લીધા હતા. આંતરિક માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી કારે બે વૃદ્ધાઓ અને એક યુવકને જોરદાર ટક્કર મારતાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતમાં રસ્તા પર પાર્ક કરેલા ત્રણ મોપેડને પણ ભારે નુકસાન થયું છે. સમગ્ર અકસ્માતના લાઈવ સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર સહિત ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો