VIDEO : વાવણી ટાણે ખાતરનું સંકટ: સાબરકાંઠાના ખેડૂતોમાં ભારે રોષ
ખેડૂતોના મતે વાવેતરના પાયામાં જ જો યુરિયા અને DAP ખાતર ન આપવામાં આવે તો આગળ જતાં પ

ખેડૂતોના મતે વાવેતરના પાયામાં જ જો યુરિયા અને DAP ખાતર ન આપવામાં આવે તો આગળ જતાં પાકનું ઉત્પાદન અડધું થઈ જવાની ભીતિ રહે છે, જેનાથી ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઈ શકે છે. સાબરકાંઠાના ધરતીપુત્રો વહેલી સવારથી પોતાના કામધંધા છોડીને ખાતર ડેપો અને સહકારી મંડળીઓએ લાઈનો લગાવે છે પરંતુ ત્યાંથી માત્ર ખાતરનો સ્ટોક નથી એવો જ કોરો જવાબ મળે છે. દર વર્ષની આ રામાયણ છતાં તંત્ર કેમ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું રહે છે, ગાંધીનગરથી ખેડૂત હિતની મોટી-મોટી વાતો કરનારી સરકારના દાવા સાબરકાંઠાના આ ખાલી ગોડાઉનો આગળ આવીને કેમ દમ તોડી દે છે.. જો સમયસર ખાતર નહીં મળે તો જગતના તાતની આ આશા પર ખેડૂતોનો આક્રોશ વહીવટી તંત્રને ભારે પડી શકે છે.




