VIDEO:ખાતર વિતરણ ઓનલાઈન એપ સામે હિંમતનગરમાં ખેડૂતોનો વિરોધ
સોર્સ : GSTV
તાલુકામાં ‘ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઈઝર સેલ’ એપ્લિકેશન સામે ખેડૂતો અને વિવિધ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વાવણીના સમયે જ આ ઓનલાઈન સિસ્ટમનું સર્વર ડાઉન થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હાલમાં આ એપમાં નોંધણી કર્યા બાદ જ ખાતર અપાઈ રહ્યું છે, જેના કારણે વિતરણમાં વિલંબ થાય છે.આ મુશ્કેલી નિવારવા હિંમતનગર તાલુકાની સહકારી મંડળીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોની માંગ છે કે આ ઓનલાઈન એપ્લિકેશન કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને અગાઉની જેમ આધારકાર્ડ આધારિત રાબેતા મુજબ ખાતરનું વિતરણ શરૂ રાખવામાં આવે.

