મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીઃ સતત બીજા દિવસે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

અમરેલી જિલ્લામાં સળંગ બીજા દિવસે પણ મેઘમહેર યથાવત

અમરેલી જિલ્લામાં સળંગ બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેતા જગતના તાતમાં આનંદની હેલી જોવા મળી રહી છે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે બાબરા પંથકમાં પણ મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ છે. બાબરા શહેરમાં બપોર બાદ અચાનક ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ નવતર વરસાદને પગલે ભારે ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને વાવણી લાયક વરસાદની આશા પ્રબળ બની છે.

આ સમાચાર શેર કરો