Bhavnagar news: પુત્ર જયરાજની ધરપકડ બાદ માયાભાઈ આહિરનું નિવેદન, કહ્યું- મને મૌન રહેતા પણ આવડે છે
ભાવનગરમાં જયરાજ આહીરની કરવામાં આવેલી ધરપકડના મામલે લોકસાહિત્યકાર માયા આહીરે મૌન તોડ્યું છે. ક્ષત્

ભાવનગરમાં જયરાજ આહીરની કરવામાં આવેલી ધરપકડના મામલે લોકસાહિત્યકાર માયા આહીરે મૌન તોડ્યું છે. ક્ષત્રિય વણાર આહીર યુવા મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
મહુવા તાલુકાના તાવેડા ખાતે આવેલા વૃંદાવન નગરમાં ગઈકાલે આહીર સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે જણાવ્યું હતું કે દુનિયાએ મારી નોંધ લીધી છે કે મને મૌન રહેતા પણ આવડે છે. આ ઉપરાંત માયાભાઇ આહિરે કહ્યું કે મારી ઉપર સાધુઓના ફોન આવ્યા છે. સંઘના વડા મોહન ભાગવતનો પણ પાંચ દિવસ અગાઉ ફોન આવ્યો હતો.




