Ahmedabad news: મદરેસામાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મોલાના ઝડપાયો
સરખેજમાં મદરેસામાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મોલાના ઝડ

સરખેજમાં મદરેસામાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મોલાના ઝડપાયો છે. 11 વર્ષના સગીર બાળક સાથે છેલ્લા દોઢ વર્ષથી મોલાના બદકામ કરતો હતો. પોલીસે મોલાનાના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ યુપીનો વતની મોલાના નૂર હસન મોહમ્મદ ઇબ્રાહિમ સરખેજની ફૈઝાન એ હલીમા મસ્જિદના મદરેસામાં બાળકોને શિક્ષણ આપતો હતો. આ દરમ્યાન તે 11 વર્ષના સગીર બાળક સાથે છેલ્લા દોઢ વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. અચાનક સગીરની તબિયત બગડતા તેણે સમગ્ર મામલાની જાણ પરિજનોને કરી હતી. જે બાદ સગીરના પિતાએ મોલાના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ મોલાનાની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.




