મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના એક જ પરિવારની ત્રણ પેઢીનું એક સાથે મતદાન, દાદા-પુત્ર તથા બન્ને પૌત્રીઓ સાથે ઉજવ્યું મત પર્વ 

સુરત શહેરના સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકમાં બુધિયા પરિવારની ત્રણ પેઢીના સભ્યોએ સાથે મળી

સુરતના એક જ પરિવારની ત્રણ પેઢીનું એક સાથે મતદાન, દાદા-પુત્ર તથા બન્ને પૌત્રીઓ સાથે ઉજવ્યું મત પર્વ 

સુરત શહેરના સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકમાં બુધિયા પરિવારની ત્રણ પેઢીના સભ્યોએ સાથે મળીને મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. ૭૪ વર્ષીય સાંવરપ્રસાદ બુધિયા તથા તેમના ૫૦ વર્ષીય પુત્ર વિશાલ તથા તેમની પૌત્રીઓ ખુશી અને ઝીલ બુધિયા સાથે મતદાન કર્યું છે.  

ઘણા દિવસોથી મતદાનની રાહ જોતા હતા
                
પ્રથમવાર મતદાન કરનાર ૨૦ વર્ષીય ખુશીએ જણાવ્યું કે, જયારે કોઈ પ્રસંગની રાહ જોઈએ તેમ મતદાન માટે ઘણા દિવસોથી રાહ જોતી હતી. પ્રથમવાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી છે એમ જણાવી તમામ ચૂંટણીઓમાં સૌને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. 

અલગ માહોલનો અનુભવ

નાની બહેન ૧૮ વર્ષીય ઝીલે પણ પ્રથમવાર મતદાન કરીને અત્યંત આનંદની અનુભુતિ કરતા કહ્યું કે, જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પણ મતદારોને આકર્ષવા માટે સખી મતદાન મથકો, આદર્શ તથા યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે મતદાન કરવાની પ્રેરણા મળે છે તેમજ ચૂંટણી પ્રક્રિયાના ચીલાચાલુ માહોલનો અનુભવ નથી થતો પણ લોકોનું ,મતદાન કેન્દ્ર સાથે અટેચમેન્ટ જળવાઈ રહે છે એમ જણાવી આ થીમ બેઝ મતદાન મથકો ઉભા થયા તેનો આનંદ છે.

આ સમાચાર શેર કરો