મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મહેસાણા APMCમાં વિકરાળ આગ

મહેસાણા APMCમાં વિકરાળ આગ — સોર્સ: gstv

મહેસાણાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર વિકરાળ આગ લાગી. ગોડાઉન બહાર પડેલા ભંગારની સાથે એક ટ્રક પણ આગની લપેટમાં આવીને સળગી ગઈ છે. આગ ગોડાઉનની અંદર પણ ફેલાઈ હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં મહેસાણા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

આ સમાચાર શેર કરો