Navsari: ઘેલખડીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ગોડાઉનમાં રાખેલો ભંગાર સંપૂર્ણપણે બળીને ખાખ
નવસારીના ઘેલખડી વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘેલખડી તળાવ નજીક આવેલા એક ભંગારના ગોડાઉ


નવસારીના ઘેલખડી વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘેલખડી તળાવ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ભીષણ આગમાં ગોડાઉનમાં રાખેલો તમામ ભંગાર બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે ગોડાઉન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.




