VIDEO: દસક્રોઈ જિલ્લાના ટીંબા ગામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી
અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ટ
અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ટીંબા ગામેથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અહીં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના 15 વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.
પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીના સ્પિનિંગ ખાતામાં લાગી આગ
માહિતી અનુસાર યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીના સ્પિનિંગ ખાતામાં આ આગ લાગી હતી. આગની ઘટના મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી જેના પગલે અફરાતફરી મચી ગઇ હતી.




