મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: મિલેનિયમ-1 માર્કેટની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 15 ગાડીઓ ઘટનાસ્થળે, સમગ્ર માર્કેટ ખાલી કરાવાઈ

સુરત શહેરના વ્યસ્ત માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથ

તસવીર: GSTV

સુરત શહેરના વ્યસ્ત માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત છે, જેમાં આજે કામેલા દરવાજા પાસે આવેલી મિલેનિયમ-1 માર્કેટની એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરાયા છે.

ભીષણ આગમાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે, જ્યાં ધુમાડાના ગોટેગોટાને કારણે 15થી વધુ ગાડીઓ અને અધિકારીઓ ઓક્સિજન મશીનનો સહારો લઈ આગ બુઝાવી રહ્યા છે. જીએસટીવીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોવા મળ્યું કે સુરક્ષાના ભાગરૂપે આખી માર્કેટ ખાલી કરાવાઈ છે, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા માત્ર કાર્યવાહીના નામે નાટકો થતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. યોગ્ય પગલાંના અભાવે આજે ફરી વેપારીઓના જીવ અધ્ધર થયા છે અને તંત્રની ઉદાસીનતા સામે રોષ જોવા મળી રહ્યો છે

આ સમાચાર શેર કરો