VIDEO: Bardoliમાં શાકમાર્કેટમાં થયો પ્રચંડ બ્લાસ્ટ, દુકાનનો સ્લેબ ધરાશાયી, યુવકને પહોંચી ઈજા
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં આજે સવારે એક ભયાનક ઘટના બની હતી. શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં આજે સવારે એક ભયાનક ઘટના બની હતી. શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી વાસણની એક દુકાનમાં અચાનક ભવિષ્યવાણી વિના ભારે બ્લાસ્ટ થયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ ફેલાઈ ગયો.બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દુકાનનો સ્લેબ તાત્કાલિક ધરસાઈ ગયો અને દુકાનનું માલસામાન રોડપર વેરવિખેર હાલતમાં જોવા મળ્યું. ઘટનામાં 17 વર્ષીય રહેન પિંજારા ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગ્નિશામક દળ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયું હતું. ફાયર ઓફિસર આર.આર. સોનીએ જણાવ્યું કે, “દુકાનમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવામાં આવે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.”



