મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં બનેલી મારૂતીની Fronx SUV જાપાનમાં દોડશે, 1600 કાર Export કરાઇ

Maruti Suzuki export of Made in India Fronx to Japan | ઈન્ડો-જાપાનીઝ કંપની મારુતિ સુઝુકી અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દર મહિને હજારો વાહનોની વિદેશમાં નિ

ગુજરાતમાં બનેલી મારૂતીની Fronx SUV જાપાનમાં દોડશે,  1600 કાર Export કરાઇ

ઈન્ડો-જાપાનીઝ કંપની મારુતિ સુઝુકી અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દર મહિને હજારો વાહનોની વિદેશમાં નિકાસ માટે ભારત એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે. હવે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેના શાનદાર ક્રોસઓવર Fronxને જાપાનમાં નિકાસ કરવાનું શરૂ કર્યું છે, જેનો અર્થ છે કે જાપાનના લોકો હવે મેડ ઈન ઈન્ડિયા ફ્રૉન્ક્સ પર સવારી કરશે. 

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના પીપાવાવ બંદરેથી 1,600થી વધુ વાહનોનું પ્રથમ કન્સાઇનમેન્ટ જાપાન માટે રવાના થયું છે. Fronx  જાપાનમાં લોન્ચ થનારી મારુતિ સુઝુકીની પ્રથમ SUV હશે.

એપ્રિલ 2023માં લોન્ચ કરાઈ હતી Fronx

મારુતિ સુઝુકી તેના ખૂબ જ ખાસ કાર મોડલ Fronx નું ઉત્પાદન તેના ગુજરાત પ્લાન્ટમાંથી કરે છે. આ પ્લાન્ટ મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં આવેલો છે.  Fronx મારુતિ સુઝુકીનું બીજું મોડલ છે જે જાપાનમાં નિકાસ કરવામાં આવી રહ્યું છે. 

અગાઉ 2016માં બલેનોને જાપાનમાં એક્સપોર્ટ કરવામાં આવી હતી. ઓટો એક્સ્પો 2023માં વૈશ્વિક સ્તરે અનાવરણ થયા બાદ 24 એપ્રિલ 2023ના રોજ ભારતમાં Fronx રજૂ કરવામાં આવી હતી. Fronxની વર્તમાન એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.51 લાખથી રૂ. 13.04 લાખની વચ્ચે છે.

ફીચર્સ અને માઈલેજ

મારુતિ સુઝુકી Fronx સિગ્મા, ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, ડેલ્ટા પ્લસ ઓપ્શનલ, ઝેટા અને આલ્ફા જેવા 6 ટ્રીમ વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે. આ 5 સીટર ક્રોસઓવર SUVમાં 7 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન કલર વિકલ્પો છે. Fronxના સીએનજી વેરિઅન્ટ્સ પણ છે. આ ક્રોસઓવરમાં 1 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે જે હળવી હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ છે તેમજ 1.2 લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન વિકલ્પો ધરાવે છે. 

માઈલેજ વિશે વાત કરીએ તો, ફ્રન્ટના પેટ્રોલ વેરિઅન્ટનું માઈલેજ 22.89 kmpl અને CNG વેરિઅન્ટનું માઈલેજ 28.51 km/kg સુધી છે.

આ સમાચાર શેર કરો