અરવલ્લી: ટીંટોઇમાંથી ગાંજાનું ખેતર ઝડપાયું, કપાસના પાકની આડમાં થતું હતું વાવેતર
અરવલ્લી જિલ્લામાંથી ટીંટોઇ પોલીસ સ્ટેશનમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. CID ક્રાઇમની ટીમ એક ખેતરમાં ત્રાટકી હતી જેમાંથી ગાંજાન

અરવલ્લી જિલ્લામાંથી ટીંટોઇ પોલીસ સ્ટેશનમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. CID ક્રાઇમની ટીમ એક ખેતરમાં ત્રાટકી હતી જેમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.
ટીંટોઇમાં ગાંજાનું વાવેતર ઝડપાયું
ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી CID ક્રાઇમની ટીમ ગાંજાના વાવેતર પર ત્રાટકી હતી. રાજ્યકક્ષાના મંત્રીના ગામ પાસેના જામાપુરની સીમમાંથી જ ગાંજાનું વાવેતર ઝડપાયું છે. અરવલ્લી જિલ્લા પોલીસના નાક નીચે ચાલતા ગાંજાના વાવેતરનો CIDએ પર્દાફાશ કર્યો છે. CIDની ટીમે ગાંજાના 7 છોડ મળી આવ્યા હતા જેનું વજન લગભગ 16 કિલો,600 ગ્રામ હતું. આ ગાંજાની કિંમત 1,60,600 રૂપિયા જેટલી થવા જાય છે.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં FD પર TDS મુદ્દે ગ્રાહકે કરી બબાલ, બેંક મેનેજરને ધોઈ નાંખ્યો
જામાપુર ગામની સીમમાં અડધા વિગાના ખેતરમાં કપાસના પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું. પોલીસે ગાંજાના છોડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
5 ડિસેમ્બરે દાહોદમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર
દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના સીંગોર ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. દાહોદ SOGએ ડ્રોનની મદદથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. દાહોદ SOGએ 13,51,500 રૂપિયાની કિંમતના 216ના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું.
રાજકોટના અજમેર ગામની વાડીમાંથી ઝડપાયું હતું ગાંજાનું વાવેતર
20 નવેમ્બરે વીંછિયાના અજમેર ગામની વાડીમાંથી એસઓજીની ટીમે ગાંજો ઝડપી પાડ્યો હતો. રાજકોટના વીંછિયા તાલુકાના અજમેર ગામની વાડીમાં કપાસની આડમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીની આધારે ખેતરમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 75 કિલો ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પણ ધરપકડ કરીને ગ્રામ્ય એસઓજીએ પોલીસને સોંપ્યો હતો.
દાહોદ એસઓજીએ 16 નવેમ્બરે નશાનું વાવેતર ઝડપાયું
દાહોદ એસઓજીએ 16 નવેમ્બરે ડ્રોનની મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. એસઓજીની ટીમે ગાંજાના 493 છોડ ઝડપી પાડ્યા હતા. કુલ 16 લાખ 91 હજારનો મુદ્દામાલ સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું. ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાહોદ એસઓજી પોલીસે ખેતરોની તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા.
12 નવેમ્બરે જાનીવડલાની ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
અગાઉ 12 નવેમ્બરે ચોટીલાના જાનીવડલાની ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી 36 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. ખેડૂત સામે NDPS એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા ગામની સીમમાં ગોવિંદભાઈ રોજાસરા દ્વારા કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી.








