VIDEO: પાવી જેતપુરના ઝાબ ગામે કોઝવે ધોવાતા અનેક ગામો સંપર્ક વિહોણા
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઝાબ પાણીબાર ગામે ભારે વરસાદના ક

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઝાબ પાણીબાર ગામે ભારે વરસાદના કારણે કોઝવે ધોવાઈ ગયો છે. ઝાબ ગામના પટેલ ફળિયા અને બામણ ફળિયા વચ્ચે આવેલા ટોકરવા કોતર પરનો કોઝવે અવિરત વરસાદ અને કોતરમાં આવેલા પૂરના કારણે નુકસાનગ્રસ્ત થયો છે. કોઝવે ધોવાઈ જતા બોરધા, નાની અમરોલ, દેગલા અને સજૂલી સહિતના ગામો વચ્ચેની અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.




