VIDEO: છોટાઉદેપુર : પાવી જેતપુરના ઝાબ ગામે ભારે વરસાદ, કોઝવે ધોવાતા 4 ગામો સંપર્કવિહોણા.
છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ઝાબ પાણીબાર ગામ

છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ઝાબ પાણીબાર ગામે ભારે વરસાદના કારણે કોઝવે ધોવાઈ ગયો છે. ગત સાંજથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ટોકરવા કોતરમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના કારણે ઝાબ ગામના પટેલ ફળિયા અને બામણ ફળિયા વચ્ચેનો આ મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થઈને ધોવાયો છે. કોઝવે તૂટી જતાં બોરધા, નાની અમરોલ, દેગલા અને સજૂલી જેવા અનેક ગામો વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.




