VIDEO: છોટાઉદેપુરના કવાંટમાં ધોધમાર વરસાદથી કરજવાટ ગામનું ડાયવર્ઝન ધોવાયું: વાહનચાલકો અટવાયા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે કરજવાટ ગામ પાસે બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અહીં બ્રિજની કામગીરી ચાલતી હોવાથી સ્ટેટ આર એન્ડ બી (R&B) વિભાગ દ્વારા વાહનોની અવરજવર માટે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર, કવાંટ, નસવાડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ અત્યંત મુખ્ય માર્ગ હોવાથી હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ પર મોટાપ્રમાણમાં ચીકણી માટી હોવાના કારણે વાહનો સ્લિપ થઈ રહ્યા છે અને લોકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા હાલ પૂરતી કામચલાઉ દુરસ્તીની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.




