મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: જેલમાં બંધ મનસુખ સાગઠીયા અને ભીખા ઠેબાએ જામીન અરજી કરી દાખલ, જાણો કોની થઈ મંજૂર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મનાપાના ઘણા અધિકારીઓ જેલમાં બંધ છે. આ મામલે મોટા અહેવાલ

રાજકોટ: જેલમાં બંધ મનસુખ સાગઠીયા અને ભીખા ઠેબાએ જામીન અરજી કરી દાખલ, જાણો કોની થઈ મંજૂર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મનાપાના ઘણા અધિકારીઓ જેલમાં બંધ છે. આ મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. રાજકોટ મનાપાના સસ્પેન્ડેડ TPO અધિકારી મનસુખ સાગઠીયા અને ભીખાભાઈ ઠેબાએ કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી.

શરતી વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા

ભીખા ઠેબાના માતાનું ચાલીસમું હોવાથી કોર્ટે બે દિવસના જામીન મંજૂર કર્યા છે. ભીખા ઠેબાનાં માતાનું અવસાન થતા વિધિ માટે બે દિવસના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

મનસુખ સાગઠીયાના જામીન અરજી સુનવણી આગામી 14 તારીખના રોજ

કોર્ટે જેલનો જાપ્તો સ્વખર્ચે રાખવાના શરતી વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મનસુખ સાગઠીયાના જામીન અરજી સુનવણી આગામી 14 તારીખના રોજ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો