VIDEO: માંગરોળમાં મેઘકહેર, ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા
જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં ભારે વરસાદને કારણે પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને ભારે
જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં ભારે વરસાદને કારણે પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જળબંબાકારની સ્થિતિના કારણે તાલુકાના મોટાભાગના માર્ગો બંધ કરવા પડ્યા છે. માળીયાહાટીના ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.


