મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વ્યવસાયિક જ્ઞાન વધે તે હેતુથી મેનેજમેન્ટ ફેસ્ટ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં લીધો ભાગ

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના બીબીએ વિભાગ દ્વારા UDBHAV 2026 નામે રાષ્

વ્યવસાયિક જ્ઞાન વધે તે હેતુથી મેનેજમેન્ટ ફેસ્ટ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં લીધો ભાગ

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના બીબીએ વિભાગ દ્વારા UDBHAV 2026 નામે રાષ્ટ્રીય સ્તરની મેનેજમેન્ટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વિષય વ્યવસાય અને સમાજમાં ટકાઉપણું (Sustainability) હતો. આ કાર્યક્રમ અંતર્ગત બિઝનેસ ક્વિઝ, પોસ્ટર મેકિંગ, માર્કેટિંગ ચેલેન્જ અને રીલ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આરજે કૃતાર્થની ઉપસ્થિતિ રહી હતી. તેમણે પોતાના પ્રેરણાદાયક અને માર્ગદર્શક શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા. આજના સમયમાં સંચાર (Communication)નું મહત્વ સમજાવતા તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. વિવિધ મેનેજમેન્ટ સંસ્થાઓમાંથી 350થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેના કારણે આ કાર્યક્રમ સફળ બન્યો હતો.

આ સમાચાર શેર કરો