મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ટ્રકે આધેડને બનાવ્યો કાળનો કોળિયો, સાયકલ પર ખમણ વેચવા નીકળ્યા ને રસ્તો ક્રોસ કરતાં લીધા અડફેટે

સુરતના રસ્તાઓ પર માતેલા સાંઢની જેમ દોડતાં ટ્રક એક પછી એક અકસ્માતો સર્જી રહ

સુરતમાં ટ્રકે આધેડને બનાવ્યો કાળનો કોળિયો, સાયકલ પર ખમણ વેચવા નીકળ્યા ને રસ્તો ક્રોસ કરતાં લીધા અડફેટે

સુરતના રસ્તાઓ પર માતેલા સાંઢની જેમ દોડતાં ટ્રક એક પછી એક અકસ્માતો સર્જી રહ્યા છે. ત્યારે ઉન પાટિયા પાસે ખમણ વેચીને ગુજરાન ચલાવતાં આધેડને અડફેટે લીધા હતાં. રસ્તો ક્રોસ કરી રહ્યા હતાં. એ દરમિયાન જ ટ્રકે બોનેટની સાઈડ ઘસડ્યા હતાં. જેથી તેમનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કમકમાટીભર્યુ મોત

મળતી વિગતો અનુસાર ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ પર વૃંદાવન ટાઉનશિપમાં રહેતા 65 વર્ષીય પ્રભાકર પંઢેરી મહાડે સવારે સાયકલ પર ખમણ વેચવા માટે નીકળ્યા હતાં. તે સમયે ઉન પાટિયા પાસે સાયકલને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. તે મહારાષ્ટ્રના અકોલાના વતની હતા. તેમને સંતાનોમાં બે  પુત્ર છે.

સીસીટીવીમાં ઘટના કેદ

સાયકલ સવાર પ્રભાકર મહાડે સવારમાં રસ્તો ક્રોસ કરવા જતા હતાં. ત્યારે ટ્રકે પૂરપાટ ઝડપે આવીને આધેડને અડફેટે લઈને 20 ફૂટથી વધુ ઘસડ્યા હતાં. જેથી તેમના શરીરના બે ટુકડા થઈ ગયા હતાં. સાથે જ અકસ્માતનો પ્રચંડ અવાજ પણ આવ્યો હતો. અકસ્માતની ટ્રક ચાલકને જાણ થતાં તેણે ટ્રકને બ્રેક મારી હતી. લોકો આસપાસથી ઘસી આવ્યા હતાં. હાલ ભેસ્તાન પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો